નવસારી જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્રારા રોજગાર અને તાલીમ ખાતા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દ્વારા નવસારી જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૪ માટે શારિરીક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યકિતઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ , દિવ્યાગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ કેટેગરીઓની અરજીઓનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in. ઉપરથી મેળવી શકાશે તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એ/૩ બહુમાળી મકાન, જુનાથાણા, નવસારી ખાતેથી વિના મૂલ્યે પણ મળી શકશે , પોતાની અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસના દાક્તરી પ્રમણપત્ર અને અન્ય સબંધિત પ્રમાણપત્રો , ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમા સામેલ રાખવા . નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફીસરે પણ ફોર્મમાં દર્શાવ્યા મુજબની પુરીપુરી વિગતો સબંધિત દસ્તાવેજો અરજી પત્રક સાથે બે નકલમાં રોજગાર વિનિમય કચેરીને ના ૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મોકલી આપવાનું રહેશે .અધુરી વિગતવાળી/નિયત સમયમર્યાદા બાદની આવેલ અરજી સ્વીકરવામા આવશે નહી.




