વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ પુણે તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટાટા કંપનીનું ટાટા ટેમ્પોનું નવું નકોર ચેસીસ.ન.એમ.એચ.12. ટી.આર.637 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ખાલી ચેસીસ પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલકને ગંભીર ઈજાઓ પોહચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકનાં શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..