GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે સૂફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી.

 

તારીખ ૧૦/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને “દમ મદાર બેડા પાર” ના નામથી ઓળખવામાં આવતા સુફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષ મુબારક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે કાલોલ શહેર સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદ સામેના મોટા મદ્રસા નીચે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ચીલ્લા શરીફ ખાતે જીક્ર સાથે રફાઈનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું જ્યાં મુસ્લિમ મહિનો જમાદિ-ઉલ-અવ્વલ નો ચાંદ ૧૭ મો અને અંગ્રેજી તારીખ ૦૯/૧૧/૨૦૨૫ રોજ શાનદાર ઉર્ષ મુબારકની ઉજવણી નિમિત્તે અશરની નમાઝ પછી કુરાન શરીફનું પઢન કરી મગરીબની નમાઝ પછી જગદંબા સોસાયટી ખાતે આમ નિયાઝનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી મોડી રાત્રી સુધી નીયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે જમાદિ-ઉલ-અવ્વલ મુસ્લીમ ૧૭ મા ચાંદ ના રોજ હજરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ઉર્ષ ની ઉજવણી લઇને મોહંમદ આશીફખાન ઉર્ફે ગુડ્ડુભાઈ આશીકે જીંદાશાહ મદાર દ્વારા સમગ્ર શહેરના મુસ્લિમ બિરાદરો માટે ભરપેટ ન્યાઝનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને ગુડ્ડભાઈ એ કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો ઉઘરાણું (ફાડો) પણ તેવો દ્વારા લેવામા આવતો નથી તે એક સરાહનીય કાર્યની લોકોએ પ્રસંશા કરી હતી.

Back to top button
error: Content is protected !!