BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના આણંદપુરા ખાતે શ્રીચામુંડા માતાજીના મંદિરે ઉથાપન વિધિ,નવચંડી યજ્ઞ તથા ભવ્ય રમેલનું આયોજન કરાયું.

કાંકરેજ તાલુકાના આણંદપુરા ખાતે શ્રીચામુંડા માતાજીના મંદિરે ઉથાપન વિધિ,નવચંડી યજ્ઞ તથા ભવ્ય રમેલનું આયોજન કરાયું.

કાંકરેજ તાલુકાના આણંદપુરા ખાતે શ્રીચામુંડા માતાજીના મંદિરે ઉથાપન વિધિ,નવચંડી યજ્ઞ તથા ભવ્ય રમેલનું આયોજન કરાયું.

કાંકરેજ તાલુકાના આણંદપુરા ખાતે સમસ્ત મેહરીયા પરિવાર પ્રજાપતિ સમાજ દ્વારા પરમ પૂજ્ય સંતશ્રી ભરતપુરીમહારાજ ગુરૂશ્રી હીરાપુરી બાપુ,જનસેવા આશ્રમ મોટી ચંદુરની પાવન નિશ્રામાં ભુવાજી પરાગભાઈ પ્રજાપતિ,પઢીયાર ભુવાજી હીરાભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં શ્રીચામુંડા માતાજી ના જુના મંદિરે ઉથાપન વિધિ તથા નવીન મંદિરે નવચંડી યજ્ઞ છોટુભાઈ સી.પ્રજાપતિ, બાબુભાઈ જે.પ્રજાપતિ, દલાભાઈ જે.પ્રજાપતિ, વસંતભાઈ એ.પ્રજાપતિ, ભાવેશભાઈ ટી.પ્રજાપતિના યજમાનપદે શાસ્ત્રી વિજયભાઈ જોષી ભલગામ સહીતના ભૂદેવો ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સંવત ૨૦૮૧ ના વૈશાખવદ-૧૨ ને શનિવાર તા. ૨૪/૦૫/૨૦૨૫ ના રોજ યોજાયો હતો.ત્યારે ધજાનો ચડાવો હીરાભાઈ પ્રજાપતિએ લીધો જયારે આરતી સ્વ. ઉમેદભાઈ ભાણાભાઈ પ્રજાપતિ ના સુપુત્રો ભરતભાઈ અને વિનોદભાઈ પરિવાર દ્વારા ઉતારેલ.બપોરનું ભોજન પ્રસાદ સ્વ.મફાભાઈ ધનાભાઈ પ્રજાપતિના સુપુત્રો ગાંડાભાઈ અને ભેમાભાઈ તરફથી આપવામાં આવેલ.મેહરીયા પરિવાર દ્વારા અનેક ચડાવા તથા રોકડ અનુદાન આપી સહભાગી થયા હતા.ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પૂર્વમંત્રી ઘેલાભાઈ ગુર્જર, શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ (બારગોળ) કડીના પૂર્વપ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા, ખારિયા પે-કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, હરેશભાઈ પ્રજાપતિ પાટણ, હરિભાઈ પ્રજાપતિ માંડલા, જીતાભાઈ પ્રજાપતિ કુંવારવા સહીત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. પધારનાર મહેમાનોને શિક્ષક જીવતલાલ,પરાગભાઈ, ભરતભાઈ,વાસુભાઈ, જયંતીભાઈ,નાનુભાઈ,ડૉ. પરષોત્તમભાઈ,લાલજીભાઈ, બાબુભાઈ સહીત મેહરીયા પરિવાર દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.રાત્રે ભોજન પ્રસાદ લીધાબાદ ભવ્ય રમેલ (જાતર) નું આયોજન કરવામાં આવેલ રાવળદેવોના ડાકના તાલે ભુવાજીઓ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ.સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષીએ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવી દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530

Back to top button
error: Content is protected !!