

ફૈઝ ખત્રી.. શિનોર
શિનોર તાલુકાના નાના હબીપુરા ગામ નજીક આવેલા તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ મગર દ્વારા તળાવ નજીક એક શ્વાનનો શિકાર કરવામાં આવ્યો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઈ હતી.
મગરની હાજરી અંગે ગામના સરપંચ દ્વારા શિનોર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ શિનોર વન વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરેની ટીમ દ્વારા મગરને પકડવા માટે તળાવ ખાતે પિંજરું ગોઠવવામાં આવ્યું હતું.
મગરને પકડવા માટે છેલ્લા ત્રણ દિવસથી ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. આખરે ત્રણ દિવસ બાદ મગર પિંજરામાં પુરાઈ જતાં વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરની ટીમે મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
મગરનું રેસ્ક્યુ થતાં નાના હબીપુરા ગામના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરની ટીમની કામગીરીથી ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.


