ફૈઝ ખત્રી…શિનોર
શિનોર થી માંડવા જવાના રોડ પર કેનાલની બાજુમાં શિનોર ના ખેડૂત દિલીપભાઈ પટેલ પોતાની ખેતી ધરાવે છે.આ ઉપરાંત તેઓ પશુપાલન સાથે પણ સંકળાયેલા હોય તેઓ 9 જેટલાં નાના મોટા પશુઓ પણ ધરાવે છે.જેથી આ તમામ પશુઓ તેઓ પોતાના કુવા પર જ બાંધી રાખતાં હોય છે.ત્યારે મોડી રાત્રે આશરે ત્રણ થી ચાર વાગ્યાંના અરસામાં ખેડૂત દિલીપભાઈ પટેલ ના કુવા એક દીપડો ત્રાટક્યો હતો,અને ત્યાં બાંધેલા 9 નાના મોટા પશુઓ પૈકી એક અઢી વર્ષની વાછરડીનું મારણ કરી નાસી ગયો હતો.જેને લઇને ખેડૂતોમાં ભય નો માહોલ ફેલાયો છે.ત્યારે શિનોર વન વિભાગ દ્વારા સત્વરે દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે અઢી વર્ષની વાછરડીનું દીપડા દ્વારા મારણ કરાતા ખેડૂતે સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવાય તેવી માંગ કરી હતી.