

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામમાં પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે એડવોકેટ જાવેદ લુહાર તથા ઇમરાન લુહાર દ્વારા મુખ્ય માર્ગ પર આવતા-જતા રાહદારીઓ અને વાહનચાલકોને ઠંડા સરબતનું વિતરણ કરવામાં આવ્યું.
ઉનાળાની ગરમી વચ્ચે લોકોને ઠંડુ સરબત પીવડાવી માનવસેવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ સેવા કાર્યને સ્થાનિક લોકોએ આવકારી યુવાનોની પ્રશંસા કરી હતી.
મોહરમ પર્વ નિમિત્તે કરવામાં આવેલી આ અનોખી ઉજવણીથી કોમી એકતા, ભાઈચારો અને સેવાભાવનો ઉત્તમ સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો.



