SINORVADODARA

સાધલી ગામે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય ના હસ્તે કરાયું.100 જેટલા મુસ્લિમ યુવાનો ભાજપમાં જોડાયા


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય અક્ષય પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ બી.જે. બ્રહ્મભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સાધલી તથા ગરાડી ગામના આશરે 100 જેટલા મુસ્લિમ સમાજના યુવાનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે.

કાર્યક્રમમાં ભાજપના તાલુકા પ્રમુખ સંકેત પટેલ, કરજણ તાલુકા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા તથા તાલુકા સ્તરના આગેવાનો, મહિલા મોરચાની બહેનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન આગેવાનો દ્વારા પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી અને વધુમાં વધુ લોકો પાર્ટી સાથે જોડાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!