

ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિકાસ સંકલ્પ સભા ઉત્સાહભેર યોજાઈ હતી. “વિકસિત ભારત – વિકસિત ગુજરાત – વિકસિત કરજણ” ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો.
આ સભામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શિનોર-કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને અન્ય ભાજપ આગેવાનો પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી અને કાર્યકરોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. સભા દરમિયાન વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ સરકારની યોજનાઓ અને ભાવિ આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમ જનસહભાગિતાનો ઉત્તમ દાખલો બની રહ્યો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.




