SINORVADODARA

શિનોર–માલસર નિર્માણાધીન માર્ગની કામગીરી સામે સ્થાનિકોમાં અસંતોષ, જિલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું સ્થળ નિરીક્ષણ


ફૈઝ ખત્રી… શિનોર
વડોદરા જિલ્લાના શિનોરથી માલસર સુધી નિર્માણાધીન માર્ગની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. માર્ગની ખરાબ સ્થિતિ અને ધૂળની સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની શિનોર બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ પર પહોંચી માર્ગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
હાલ માર્ગ નિર્માણનું કામ ચાલુ હોવાથી અનેક સ્થળોએ કપચા ખુલ્લા પડ્યા છે. ભારે વાહનવ્યવહારને કારણે ધૂળની ડમરીઓ ઉડતાં વાહનચાલકો અને આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ધૂળ અને બિસ્માર માર્ગના કારણે નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ પણ વધી રહી છે.
સ્થળ નિરીક્ષણ દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત એજન્સી અને તંત્રને માર્ગનું કામ ગુણવત્તાસભર રીતે અને યુદ્ધના ધોરણે વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરી હતી. ઉપરાંત, માર્ગ પર નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે જેથી ધૂળનું પ્રમાણ ઘટે અને અકસ્માતોની સંભાવના ઓછી થાય તેવી પણ રજૂઆત કરી હતી.
તેમણે માર્ગના કામમાં થઈ રહેલા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે જનહિતને પ્રાથમિકતા આપીને તંત્રે તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરવા જોઈએ જેથી લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.

Back to top button
error: Content is protected !!