SINORVADODARA

શિનોર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. માલપુરથી છાણભોઈ, સુરાસામળ થી મીઢોળ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.. સાથે જ ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના માલપુર ગામથી છાણભોઈ, સુરાસામળ થઈ મીઢોળ જવાના મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે અંદાજે અડધો કિલોમીટર સુધી પાણી ભરાઈ જતાં માર્ગ બંધ થઈ ગયો છે.
છાણભોઈ તરફ જવાના મુખ્ય માર્ગ પર ગૂંટણ સમા પાણી વહેતા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માલપુર ગામના પ્રવેશ માર્ગ પર પણ પાણી ફરી વળતાં ગામનો સંપર્ક અસરગ્રસ્ત બન્યો છે.
બીજી તરફ સતત વરસાદને કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ જતાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે.
સતત બીજા દિવસે પણ શિનોર–સુરાસામળ માર્ગ જળબંબાકાર રહ્યો છે, જેના કારણે વાહનવ્યવહાર પર વ્યાપક અસર પડી છે. સ્થાનિક લોકોએ તંત્રને પાણીના ઝડપી નિકાલ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!