SINORVADODARA

સાધલી–કાયાવરોહણ માર્ગનું કામ આઠ મહિનાથી બંધ હાલતમાં… કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલની રજૂઆત.


સાધલી થી કાયાવરોહણ અને પોર સુધીનો અંદાજે ₹૫૭ કરોડના ખર્ચે બનતો માર્ગ છેલ્લા આઠ મહિનાથી અધૂરો પડી રહ્યો છે. રસ્તો ખોદાયેલી હાલતમાં હોવાથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ નવરાત્રીના પ્રસંગે આ માર્ગને ૭ મીટરથી વધારી ૧૦ મીટર પહોળો બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે, આઠ મહિના વીતી ગયા હોવા છતાં ડામર કામ શરૂ થયું નથી.
આ માર્ગ પર બેથી ત્રણ અકસ્માતો પણ બનવા પામ્યા છે.
જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે દેખાતા નેતાઓ હવે ગાયબ છે.
આ મુદ્દે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ દ્વારા શિનોર તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવામાં છે કે વહેલી તકે આ માર્ગ નું કામ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ચાર અને પાંચ તારીખે સાધલી ખાતે ભૂખ હડતાલ પર બેસવાની લેખિત માં મંજૂરી માંગી હતી.

Back to top button
error: Content is protected !!