AHAVADANGGUJARAT

Valsad:રાજ્ય પરિવહન નિગમ વલસાડ વિભાગ દ્વારા અકસ્માત નિવારવા અંગે ગુગલ મીટથી વિડીયો કોન્ફરન્સ યોજી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આહવા ડેપો ખાતે અધિકારી/કર્મચારીઓ તેમજ જાહેર જનતાનાએ વિડીયો કોન્ફરન્સમાં જોડાઇ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું

માર્ગો ઉપર થતાં અકસ્માતોને ગંભીરતાથી લઈ અકસ્માત નિવારવા અંગે રાજ્ય સરકાર કટિબધ્ધતા સાથે સુરક્ષા અને સલામતી સુનિચ્છિત કરવા પ્રયત્નશીલ છે.

જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ વલસાડ વિભાગના નિયામક શ્રી એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ 108 ગુજરાતનાં C.E.O શ્રી જસવંતભાઈ પ્રજાપતિ અધ્યક્ષતામાં ડાંગ-વલસાડ-નવસારી જિલ્લામાં સમાવિષ્ટ વલસાડ વિભાગના આહવા, ધરમપુર, વાપી, વલસાડ, બીલીમોરા, અને નવસારી ડેપોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડી નેશનલ રોડ સેફટી માસ ૨૦૨૫ અંતર્ગત અકસ્માત નિવારણ અને અકસ્માતમા પ્રાથમિક સારવાર અંગેની સમજ પૂરી પાડવામાં આવી હતી.

રાજ્યભરમાં નિગમની પરિવહન સેવાઓની ઉપલબ્ધિનું વર્તમાન કરતાં તેમજ રાજ્યમાં અકસ્માતીની પરિસ્થિતીને પહોંચી વળવા 108 ની સેવા અને તેની ઉપયોગિતા વિશે માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી. સામાન્ય નગરિકનું માર્ગ અકસ્માતમાં માનવી દ્વારા પ્રાથમિક ધોરણેની સારવાર કઈ રીતે પૂરી પાડી શકાય તે અંગે વિગતે સમજ આપવામાં આવી હતી.

નિગમ દ્વારા છેવાડાના માનવી સુધી સુરક્ષિત અને સલામતિ સાથે પરિવહન સેવાઓ પૂરી પડી શકાય તે હેતુને કેન્દ્રમાં રાખી વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ દ્વારા વિભાગના તમામ એકમોનું સઘન મોનિટરીંગ કરવામાં આવે છે.

નેશનલ રોડ સેફ્ટી માસ ૨૦૨૫ અંતર્ગત વિભાગીય કચેરી, વલસાડ ખાતેથી યોજવામાં આવેલ V.C.માં ડૉ. મુકેશભાઇ ચાવડા, પ્રોજેકટ હેડ-1962, સી.બી.પ્રજાપતિ એડ મિનિસ્ટ્રેર્ટ્સ L.D. આર્ટ્સ કોલેજ અમદાવાદ કમલેશભાઈ પઢિયાર-ડાંગ-વલસાડ-નવસારી જિલ્લાના 108 પ્રોજેકટ મેનેજર તેમજ યાંત્રિક ઈજનેરશ્રી વિભાગીય પરિવહન અધિકારીશ્રી હાજર રહ્યા હતા.

આ વિડીયો કોન્ફરન્સમાં નિગમના આહવા ડેપોના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ સાથે ડેપો ખાતે ઉપસ્થિત જાહેર મુસાફરો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા

Back to top button
error: Content is protected !!