VALSADVALSAD CITY / TALUKO

મતદાન જાગૃતિ માટે સંજાણમાં માનવ સાકળ રચી બાઈક રેલી કાઢવામાં આવી

માહિતી બ્યુરોઃ વલસાડ તા, ૨૪ એપ્રિલ

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત ૨૬ – વલસાડ લોકસભા બેઠક માટે ૧૮૨ ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સવારે ૮ કલાકે સંજાણ સ્ટેશન શાળા ખાતે “અવસર”ની આકૃતિમાં માનવ સાંકળની રચના કરી મદદનીશ ચૂંટણી અધિકારી અંકિત ગોહિલે બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી. જેમાં ઉમરગામ તાલુકાના ૧૫૦ જેટલા બાઇક સવાર કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ રેલી સંજાણ સ્ટેશન શાળાના મેદાનથી પ્રસ્થાન કરી સંજાણ ઝંડા ચોક, બજાર વિસ્તાર ઊદવા રોડ,રાયવાડી અને સંજાણ બંદર થઇ શાળાના મેદાનમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલી દ્વારા ઉમરગામના જાહેર માર્ગો પર મતદાન જાગૃતિ માટે આહવાન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સ્વીપ નોડેલ અધિકારી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણધાધિકારી ડી.બી.વસાવા, ઉમરગામ મામલતદાર –વ- તાલુકા સ્વીપ નોડેલ અધિકારી અને બી.આર.સી. હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!