KAPRADAVALSAD

કપરાડા કોમ્યુનિટી હોલમાં જાહેર વિતરણ વ્યવસ્થા પ્રચાર પ્રસાર અર્થે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

અન્ન નાગરિક પુરવઠાની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૩ ડિસેમ્બર

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોમ્યુનિટી હોલમાં અન્ન, નાગરિક અને ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા પ્રચાર પ્રસાર અર્થે અન્ન પુરવઠા નાગરિક વિભાગ ગાંધીનગરના નાયબ નિયામક ધવલ રાણીપાની અધ્યક્ષતા હેઠળ જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિજાતિ વિસ્તારોમાં અન્ન, નાગરિક, પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી લોકો સુધી સરળતાથી પહોંચાડવાની છે.

આ પ્રસંગે નાયબ નિયામક ધવલ રાણીપાએ ઉપસ્થિત રેશનકાર્ડ ધારકો સાથે સંવાદ કરીને સરકારની વિવિધ યોજનાઓ પ્રત્યે જાગૃતાનો તાગ મેળવ્યો હતો અને પુરવઠા વિભાગની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કર્યા હતા. સાથે ગ્રામજનોને દરેક અન્ન પુરવઠા યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી કે.વી.ગામીતે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓ વન નેશન વન રાશન, ફોર્ટિફાઈડ ચોખા, ડબલ ફોર્ટિફાઈડ મીઠું, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ હેઠળ વ્યાજબી ભાવની દુકાનો મારફતે પારદર્શી વિતરણ સંદર્ભે તેમજ ‘માય રેશન’ મોબાઈલ એપ્લિકેશન વિશે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં ઓડિયો વીડિયોના માધ્યમ થકી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, વન નેશન, વન રાશન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના સહિત અન્ય યોજનાની સાફલ્ય ગાથા સાથે જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં કપરાડા મામલતદાર ડી.આર.શાહ, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન ગાયકવાડ, જિલ્લા પંચાયત સભ્ય હીરાબેન માહલા, તાલુકા પંચાયત સભ્ય ધયત્રીબેન ગાયકવાડ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિ.લિ.ના નાયબ જિલ્લા મેનેજર ટી.સી.પટેલ અને સરપંચ શાંતિબેન ગાયકવાડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!