ભાજપ MLA એ કહ્યું ભાજપનો ઉમેદવાર જીતશે તો જ વિકાસ થશે !!!
ચૂંટણીમાં ભ્રષ્ટાચાર હવે એક શિષ્ટાચાર થઇ ચુક્યો છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી ટાણે શું થાય છે તે કોઇ નાના બાળકને પણ બોલાવીને પુછો તો કહી દેશે. જો કે આપણો દેશ અને ખાસ કરીને રાજકારણીઓ એટલા દંભી છે કે, બધા જ દંભનો ડોળ કર્યા કરે છે. ચૂંટણીનાં ખર્ચ નિયત કરવામાં આવ્યો છે. પરંતુ કેટલો ખર્ચ થાય તે સૌકોઇ જાણતું જ હોય છે. તેમ છતા પણ દંભીઓ તે નીતિ અનુસાર ખર્ચની સીમા નક્કી કરે છે.
આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પળગામ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચારમાં પાટકરે આપ્યું હતું વિવાદિત નિવેદન આપ્યું હતું. જ્યાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે તેવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી. અમારા સમર્પિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા હોવાનું પણ પાટકરે કહ્યું હતું. ધારાસભ્યના નિવેદનથી વિવાદ સર્જાતા બાદમાં સ્પષ્ટતા આપવી પડી હતી. ગામને નુકસાન થાયે એવું અમે કામ કરતા નથી. લોકોએ બોલાવ્યો એટલે ગામમાં પ્રચાર માટે ગયો હતો તેવી સ્પષ્ટતા ધારાસભ્યએ કરી હતી.
વલસાડનાં ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું હતું. પહેલા બફાટ કર્યા બાદ સ્પષ્ટતા આપી હતી. રમણ પાટકરે કર્યું હતું વિવાદીત નિવેદન આપ્યું હતું. ચૂંટણી પ્રચારમાં ભાન ભૂલ્યા હતા ધારાસભ્ય.
વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનો બફાટ સામે આવ્યો હતો. બફાટ બાદ રમણ પાટકરે પ્રતિક્રિયા આપી હતી. ગામને નુકસાન થાયે એવું અમે કામ કરતા નથી. લોકોએ બોલાવ્યો એટલે ગામમાં ગયો હતો.