VALSADVALSAD CITY / TALUKO

વલસાડ ખાતે ખેરગામના નિદિવ નિરવ પટેલે નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યો

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના ખેરગામના નાનકડા વિધાર્થી નિદિવ નિરવભાઈ પટેલે નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડ સ્પર્ધામાં ચિત્રકામ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ સાથે નિદિવે પોતાના પરિવાર તથા શાળાનું નામ ગૌરવવંતું બનાવ્યું છે. નિદિવ હાલમાં વલસાડની સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલની શાખા મધર કલારા કિન્ડરગાર્ટનમાં અભ્યાસ કરે છે. તેમના પિતા જાણીતા સર્જન ડો. નિરવભાઈ પટેલ જેઓ નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ પદે રહી સમાજ સેવાની સાથે ખેરગામ ખાતે ચિંતુબાનુ છાંયડો હોસ્પિટલ ચલાવે છે અને માતા ડો. દિવ્યાંગી પટેલ છે, જે વલસાડના અબ્રામા વિસ્તારમાં “છાંયડો પેથોલોજી”સંચાલન કરે છે. તેઓ પુત્ર નિદીવને નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળતાં હર્ષની લાગણી અનુભવી હતી.ત્યારે આ પ્રસંગે ડો.નિરવભાઈ પટેલે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, “મને ગોલ્ડ મેડલ મેળવતા 28 વર્ષ લાગ્યા હતા, જ્યારે મારા દીકરાએ માત્ર 5 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે, જે અમારા માટે ગૌરવની ક્ષણ છે.” નિદિવની આ સિદ્ધિ પાછળ શાળાના શિક્ષકો અને માર્ગદર્શકોનો મહત્વનો ફાળો રહ્યો છે. ખાસ કરીને ચિત્રકામ શિક્ષિકા દીપ્તિબેન સોલંકી તથા સંગીતા ડી’સિલ્વા સિસ્ટર, સુપ્રિયા ટીચર, જ્યોતિ ટીચર, સીમા ટીચર, આશિયાના ટીચર અને રિયા ટીચર સહિત તમામ શિક્ષકવર્ગના માર્ગદર્શન માટે પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. નિદિવની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.

Back to top button
error: Content is protected !!