VALSADVALSAD CITY / TALUKO

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્યમિક શાળામાં કૌશલ્યોત્સવ સ્પર્ધા-૨૦૨૩ યોજાઈ

જિલ્લાની વિવિધ શાળાઓએ ૩૯ કૃતિઓ રજૂ કરી, પ્રથમ ૩ વિજેતા રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૨ ફેબ્રુઆરી

ગુજરાત કાઉન્સીલીંગ ઓફ સ્કુલ એજ્યુકેશન “સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તા.૨૧ ફેબ્રુઆરીના રોજ કૌશલ્યોત્સવ સ્પર્ધા-૨૦૨૩”નું આયોજન વલસાડ તાલુકાના પારનેરા ગામની સાર્વજનિક માધ્યમિક શાળામાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી શાળાના પ્રમુખ રાજુભાઈ છીબુભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. શાળાના આચાર્ય કિરીટભાઈ આર પટેલે મહેમાનો અને સ્પર્ધકોનું શાબ્દીક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. સરકારી માધ્યમિક શાળા કાસ્ટોનિયાના શિક્ષક તેજશભાઈએ પ્રસંગોચિત ઉદબોધન કરી કૌશલ્યોત્સવ સ્પર્ધા-૨૦૨૩ વિષે માહિતગાર કર્યા હતા. વલસાડ જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલર દિપેશભાઇ ભોયા દ્વારા વિધાર્થીઓને કૌશલ્યોત્સવ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ અને સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ વ્યવસાયલક્ષી યોજનાઓથી વાકેફ કર્યા હતા. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારી તેજલબેને પણ હાજરી આપી હતી. “કૌશલ્યોત્સવ સ્પર્ધા-૨૦૨૩”માં જીલ્લાની વિવિધ શાળાઓએ ૩૯ કૃતિઓ રજુ કરી હતી. વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી વિવિધ કૌશલ્યસભર આ સ્પર્ધા ખરેખર અદભુત હતી. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓનું પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ રાજયકક્ષાની સ્પર્ધામાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અંતમાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સેકન્ડરી એજ્યુકેશન વલસાડના શીતલબેને આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!