VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં નવી બે ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવાઈ, ચોમાસામાં કુલ ૨૬ ગાડીની ત્વરિત સેવા મળી રહેશે

જિલ્લા કલેકટરશ્રી અને વલસાડ, ધરમપુર અને કપરાડાના ધારાસભ્યોશ્રીના હસ્તે લીલીઝંડી અપાઈ

— 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૧ જુલાઈ

વલસાડ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના હસ્તે બે ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લાના ૧૦૮ સેવાના અધિકારી સંજયભાઈ વાઘમારે અને નિમેષ પટેલે હાજર રહી બંને ૧૦૮ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.

વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે, જેમાં ખાસ કરીને સ્નેક બાઈટ અને રોડ અકસ્માતના કેસો વધુ હોય છે. જેને ધ્યાને રાખી વલસાડ જિલ્લામાં બે નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જે પૈકી એક ૧૦૮ નં. જીજે ૧૮ જીબી ૮૪૪૦ વલસાડ ધરમપુર ચોકડી લોકેશન પર રહેશે. જે વલસાડ સિટીનો એરિયા કવર કરશે. વલસાડ જિલ્લામાં હાઇવે ઉપર બ્લેક સ્પોટ અને હાઈવે ઉપર થતા અકસ્માતોને ધ્યાને રાખી આ લોકેશન નક્કી કરાયું છે. બીજી ૧૦૮ નં. જીજે ૧૮ જીબી ૨૮૭૨ને ધરમપુર તાલુકાના જામલીયા પીએચસી ખાતે લોકેશન આપવામાં આવ્યુ છે. જે ધરમપુરના ગામો કવર કરશે. બ્લેક સ્પોટ અને હાઈવે ઉપર થતા અકસ્માતો સમયે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલસની સેવા મળી રહે અને લોકોના જીવ બચી શકે તે માટે વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ ચોવીસ ૧૦૮ એમ્બ્યુલન્સ હતી જેમાં હવે બે નવી એમ્બ્યુલન્સનો ઉમેરો કરાતા હવે જિલ્લામાં કુલ છવ્વીસ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ત્વરિત સેવા આપવામાં આવશે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button