
તા.૦૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા ના આંબલી ગામ ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ
આવો સૌ સાથે ભેગા મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડાના આંબલી ગામ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી ટીબી એ-ક્ષરે વાન આંબલી ગામ ખાતે આવી હતી. જેમાં ૧૧૦ શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા. તથા તમામની વજન, ઉંચાઈ, બીપી,ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી.આ મોબાઇલ એ-ક્ષરેવાન માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર,પી.એચ.સી.સુપરવાઈઝર, સીએચઓ, તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ,ફિમેલ હેલ્થ વર્કર,આશા ફેસેલિટર, આશા બહેનો ના સહયોગ થી ૧૦૦ દિવસ સધન ટીબી કાર્યક્રમ સફળ રહ્યો હતો





