BANASKANTHAPALANPUR

અખિલ આંજણા કેળવણી મંડળ, આદર્શ સ્કૂલ વિસનગર માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી 

26 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના વિશાળ પટાંગણમાં 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી, શાળા સંચાલન સમિતિના મંત્રીશ્રી વી.જી. ચૌધરી તથા અન્ય હોદ્દેદારશ્રી, સંકુલની તમામ વિદ્યાશાખાઓના પ્રિન્સિપાલશ્રીઓ, તમામ સ્ટાફ મિત્રો, વાલીગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરની ઉમદા કાર્યની અનોખી પરંપરા મુજબ આદર્શ વિદ્યાલય, વિસનગરના વય નિવૃત્ત થતા હેડકલાર્કશ્રી દશરથભાઈ એચ. ચૌધરીના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. શ્રી દશરભાઈએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થિઓને અભ્યાસ ક્ષેત્રે ઉન્નતિ કરી રાષ્ટ્રનિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે આદર્શ વિદ્યાલયના આચાર્યશ્રીએ તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી સાહેબે આઝાદીના મૂલ્યો તથા દેશના નાગરિકના હકો અને ફરજો વિશે રોચક પ્રવચન આપી દેશહિત માટે અગ્રેસર રહેવા વિદ્યાર્થિઓને પ્રેરણા આપી હતી. 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નાટક, વિવિધ નૃત્ય તથા પિરામિડ જેવા કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રમુખશ્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.આમ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં સૌ સ્ટાફ મિત્રોના સહયોગથી “74 મા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી” નું સુંદર આયોજન કરવામાં આવતાં કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!