GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
રાષ્ટ્રગીતના150 વર્ષની ઉજવણી અને સ્વાવલંબન યાત્રા નિમિતે સી.બી.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે વંદેમાતરમ્ નું ગાન કરવામાં આવ્યું.

તારીખ ૧૧/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રાષ્ટ્રગીત “વંદે માતરમ્ “ના 150 વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્ર ગીતના સન્માનમાં કાલોલ શહેર સ્થિત શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આજરોજ શાળાના પટાંગણમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય એન.પી.પટેલ સહિત શાળાના સમગ્ર શિક્ષણગણ,શાળાની વિદ્યાર્થિનીઓ તથા ગુજરાત વિદ્યાપીઠમાંથી આવેલા પ્રાધ્યાપક દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ક્રાંતિવીરો ની માહિતી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીત “વંદે માતરમ્”નું ગાન કરવામાં આવ્યું હતું અને”સ્વદેશી શપથ” લેવડાવવામાં આવી હતી.કાર્યક્રમના અંતમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં”સ્વદેશી વસ્તુ ,સ્વદેશી માંગ”જેવાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.






