BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિવિઘ સ્પર્ધાઓ યોજાઈ
સમીર પટેલ, જંબુસર
નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાયેલ સ્પર્ધાઓમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ પટેલ ભૂમિ બીજો વાઘેલા જયનુલ અને ત્રીજા નંબરે પરમાર જ્યોત્સના ચિત્ર સ્પર્ધામાં પ્રથમ પટેલ દૈવી બીજો ભુપત નિષ્ઠા અને ત્રીજા નંબરે કોકણ ભૂમિકા વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ભુપત નિષ્ઠા બીજો પટેલ દેવ અને ત્રીજા નંબરે પરમાર દિવ્યા આવ્યા હતા.
આ સ્પર્ધાઓમાં શાળાના શિક્ષક શ્રી હર્ષદભાઈ, શ્રી રાજેશભાઈ, શ્રી અનિરુદ્ધસિંહ, શ્રી અમરસિંહ વસાવા, શ્રીમતી હનીફાબેન અને કુમારી ગંગાબેને નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી હતી.
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને સફળતા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને શાળા મંડળે શુભેચ્છાઓ પાઠવી હતી.