
તા.૧.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ચામુંડા માતાજીના મંદિરે ગોધરા રોડ મુકામે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું
પ્રણામી સંપ્રદાય વારસોલાથી પન્ના ચાલતા સંઘનું દાહોદમાં અભિવાદન
આજરોજ તારીખ.૧.૧૨.૨૦૨૪ ના રોજ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર વરસોલા થી પરમધામ પન્ના ચાલતો જતો સંઘ દાહોદ આવી પહોંચ્યો હતો શ્રી રાજ શ્યામાજી ટ્રસ્ટ દાહોદના પ્રમુખ શ્રીમતિ ચંદ્રકાંતાબેન ગોપાલભાઈ ધાનકા તેમજ દાહોદ ના સુંદર સાથ દ્વારા આ સંઘ નું દાહોદ ચામુંડા માતાજીના મંદિરે ગોધરા રોડ મુકામે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુંદરસાથ શ્રી કાળીદાસભાઈ એમ. પરમાર દ્વારા ભજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ તેમજ અન્ય સુંદરસાથ દ્વારા શ્રી રાજજી મહારાજની આરતી કરવામાં આવી હતી તે પછી ચાલતા સંઘમાં જોડાયેલ લગભગ ૧૩૦ સસુંદરસાથે ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી અને લગભગ બે વાગયે સંઘ ચાલતો કતવારા તરફ રવાના થયો હતો આ પ્રસંગે ગોપાલભાઈ પી. ધાનકા, કાલિદાસભાઈ પરમાર , નંદકિશોરભાઈ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ મણીબેન ધાનકા અને ખજાનચી નવીનભાઈ પરમાર તેમજ ટ્રસ્ટના મંત્રી ચેતન પરમાર ઉપસ્થિત રહ્યા હતા





