BANASKANTHAGUJARATPALANPUR

એન.પી.પટેલ આટ᳭ર્સ એન્ડ એસ. એ. પટેલ કોમર્સ કોલેજમાં ‘પ્રવેશોત્સવ’ અને ગુરુપૂર્ણિમા ની ઉજવણી

18 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટ᳭ર્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ, પાલનપુર ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૫ ના રોજ પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી તેમાં એફવાય બીએ ના વિદ્યાર્થીઓનું કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ આચર્યા મેડમ શ્રી મનીષાબેન પટેલે તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી તેમને આશીર્વચન પાઠવ્યા તેમજ ગુરુ મહિમાનું મહત્વ સમજાવ્યું અને કોલેજના એસોસિયેટ પ્રોફેસર શ્રી દીપ્તિબેન ભાખરીયાએ વિધાર્થીઓને કોલેજના નીતિ- નિયમોની જાણકારી આપી ત્યારબાદ પ્રો. દીપભાઈ પંડ્યા અને ડૉ હિરલબેન ઠક્કર દ્વારા કોલેજ માં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની માહિતી પીપીટી દ્વારા રજુ કરવામાં આવી સેમ -૫ અને સેમ-૩ ના વિદ્યાર્થીઓ દ્વારા એફવાય બી.એ ના વિદ્યાર્થીઓ માટે નાસ્તાની સરસ એવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન અને સંચાલન ડૉ.મનીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક ધારા ના કન્વીનર ડૉ.કિરણબેન રાવલ અને પ્રો.વર્ષાબેન ચૌધરી એ સફળતાપૂર્વક કર્યું હતુ.

Back to top button
error: Content is protected !!