BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વી.સી.ટી હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કુલ, ભરૂચ નું H.S.C. બોર્ડ પરીક્ષા વિજ્ઞાનપ્રવાહનું 97.87% તેમજ સામાન્ય પ્રવાહનું 98.27% ઝળહળતું પરિણામ…

સમીર પટેલ, ભરૂચ

70-80% વિધાર્થિનીઓ વગર ટ્યુશન ક્લાસિસે 12 બોર્ડ પરીક્ષામાં પાસ થયા.

G.S.E.B. બોર્ડ દ્વારા માર્ચ 2024-25 માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તારીખ 05 મી મે ના રોજ જાહેર થયું છે. જેમાં ભરૂચના મનુંબર રોડ પર આવેલ વી.સી.ટી. હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કુલ, ભરૂચનું વિજ્ઞાનપ્રવાહ નું 97.87 ટકા તેમજ સામાન્ય પ્રવાહનું 98.27 ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ આવેલ છે. વિજ્ઞાનપ્રવાહમાં શાળાની વિદ્યાર્થીની પટેલ મિસ્બાહ ઇસ્માઇલ A1 ગ્રેડ સાથે 91.8% ( 99.47 પર્સન્ટાઈલ રેન્ક ) સાથે શાળામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં A1 ગ્રેડમાં કુલ 11 વિધાર્થીઓ પૈકી વી.સી.ટી શાળાની 1 વિદ્યાર્થીની પટેલ મિસ્બાહ ઇસ્માઇલ નો સમાવેશ થાય છે. કોઈ પણ ટ્યુશન વિના સ્વયં તથા શાળાના શિક્ષકોની મેહનત અને માર્ગદર્શન હેઠળ મિસ્બાહ એ આ સફળતા પ્રાપ્ત કરતાં સમગ્ર વી.સી.ટી. પરિવાર હર્ષ સાથે ગર્વ ની લાગણી અનુભવી રહ્યા છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં ખત્રી અંજુમન ખાલિદહુસેન A1 ગ્રેડ, 92.72% ( 99.55 પર્સન્ટાઈલ રેન્ક ) મેળવી શાળામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. આ ઉપરાંત શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીની ખત્રી અંજુમન ખાલિદહુસેન એ એકાઉન્ટ વિષય માં 100 માં થી 100 ગુણ મેળવી વી સી ટી પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
શાળાના સંચાલક મંડળ દ્વારા શાળાની ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીનીઓ, વાલીગણ તેમજ સમગ્ર સ્ટાફગણ ને ખૂબ-ખૂબ અભિનંદન સાથે શુભેરછા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!