
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
નગર શેઠની નગરીમાં વાહનો ફસાયા : મોડાસા નગર પાલિકાનું ફાયર ફાઈટર રસ્તામાં ફસાયું, બાયડ ખાતે આગ પર કાબુ મેળવવા નીકર્યું હતું

કહેવત છે ને ખાડો ખોદે તે પડે એટેલ ઘણી વાર આવી કહેવતો સાચી પણ પડતી હોય છે વાત છે મોડાસા શહેરની જ્યાં હાલ ચોમાસાની ઋતુમાં જ અને નગર પાલિકા દ્વારા હાલ મોડાસામાં ઠેળ ઠેળ રસ્તાઓ ખોદી નાખી ગટર લાઈન નું કામ કાજ ચાલી રહ્યું છે પરંતુ નવાઈ ની વાત એ છે કે ચોમાસા ની ઋતુ આવશે અને ચાલુ પણ છે છતાં આવા સમયે જ નગર પાલિકા દ્વારા ગટરનું કામ શરુ કરી દીધું હોવાથી ખાસ આ કામ કેવું છે એના જાગતા પુરાવા પહેલા વરસાદે જ દેખાઈ ગયા એમાં પણ જ્યાં ગટર લાઈન નું કામ પૂર્ણ થયાં પછી જ્યાં વાહનો પસાર થાય છે તે વિસ્તારમાં વાહનો ફસાયા છે જેમાં એક દિવસ અગાવું પણ સ્કૂલ બસ ફસાઈ હતી અને આતો મોડાસા નગર પાલિકાનું જ ફાયર ફાઈટર રસ્તામાં ફસાયું છે જેમાં હાલ તો પાલિકાની નબળી કામગીરીનો ભોગ બન્યું પાલિકા નું જ ફાયરફાયટર.બાયડ નજીક લાગેલી આગ પર કાબુ મેળવવા નીકળેલું ફાયર ફાઈટર જ ફસાયું જે ઘટના બની તે વિસ્તાર ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન ટાઉન શિપ પાસે બની હતી હાલ મોડાસા શહેરમાં ચોમાસા સમયે જ ચાલતી ગટર કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે





