560 કિલો ગૌમાંસ ગાડીમાં વહન કરી જતા બે ઈસમોને 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે વેજલપુર પોલીસે ઝડપી લીધા
તારીખ ૨૨/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કરોલી ટપીયા ફળીયા મલવાણ કોતર નજીક ગોધરા નો (૧) આસિફ કાસીમ ઝભા રહેવાસી ગોધરા મુસ્લીમ સોસાયટી બી અબરાર મસ્જિદ પાસે (૨) વિક્રમભાઈ શનાભાઇ નાયક રહેવાસી મલવાણ ટપીયાં ફળીયા(૩) મોહસીન રહેવાસી પોલન બજાર એમ કુલ ત્રણ ઈસમો જેમાંથી બે ઈસમો ગોધરા તેમજ એક ઈસમ મલવણ ટપીયાં ફળીયા નો એમ કુલ ત્રણ વ્યક્તિ સામે વેજલપુર પોલીસ મથકે પશુ સરક્ષણ અધિનિયમ ની ફરિયાદ નોંધાય છે પ્રાપ્ત મળતી માહિતી મુજબ મલવણ કોતર પાસે ત્રણ ગૌવંશ નું કતલ કરી ઝાયલો ગાડી માં સંગે વગે કરતા હોવાનું ગામજનો જાણ થતાં ગામજનો એ મેથી પાક ચખાડી વેજલપુર પોલીસ ને જાણ કરતા વેજલપુર પોલીસ ઘટના સ્થળે પોહચી હતી ઘટના સ્થળે થી બે ઈસમો રંગે હાથે ઝડપાયા ગયા હતા અને એક ઈસમ સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હતો અને ૫૬૦ કિલો ગૌમાંસ ના જથ્થા સાથે ઝાયલો ગાડી મળી આવેલ હતી જેથી કુલ મુદ્દા માલ કિંમત ૩,૧૨,૦૦૦ ના મુદ્દા માલ સાથે બે ઈસમો ઝડપી વેજલપુર પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ ફટીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.