GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર પોલીસે લાડપુર ગામે સ્મશાન નજીક ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ બિયરના 160 બોટલ ઝડપી 2 સામે કાર્યવાહી કરી.

તારીખ ૧૫/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ પોલીસ સ્ટેશનમાં હાજર હતો ત્યારે તેઓને ગોધરા કંટ્રોલ રૂમમાં થી વર્દી મળેલ કે લાડપુર ગામે સ્મશાન બાજુ ગ્રાઉન્ડમાં ઈંગ્લીશ દારૂ નુ વેચાણ થાય છે જે વર્દી આધારે પીએસઆઇ એમ કે પ્રજાપતી અને સ્ટાફ સાથે સ્થળ ઉપર તપાસ કરતા બે ઈસમો અને છૂટા છવાયા દારૂના ક્વાટર તથા બિયરના ટીન જોવા મળ્યા હતા પોલીસને જોઈ બે ઈસમો નાસી ગયા હતા પોલીસે તેઓનો પીછો કરતા એક ઈસમ અંકિતભાઈ ગોપાલભાઈ સોલંકી રે જીતપુરા નાઓ ઓળખાઈ ગયેલ પોલીસે સ્થળ ઉપર થી જુદી જુદી બ્રાન્ડના પ્લાસ્ટીકના અને કાચના ક્વાટર 145 તેમજ બિયર ના ટીન 15 કુલ મળીને 160 જેની કિંમત રૂ 17022/ નો મુદામાલ કબજે કરી પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ નો જથ્થો રાખી વેચાણ કરવા બદલ પ્રોહી એક્ટ હેઠળ બન્ને સામે કાર્યવાહી કરી છે.





