પંચમહાલ જિલ્લાના યુવા પત્રકાર વિજયસિંહ સોલંકીનો આજે જન્મદિવસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૬.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના યુવા પત્રકાર વિજયસિંહ સોલંકીનો આજે જન્મદિવસ છે. તેઓ પાછલા નવ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. ગુજરાત યુનિવર્સિટીમાં તેમને ગુજરાતી સાહિત્ય સાથે માસ્ટર ડિગ્રી અને પત્રકારત્વની ડિગ્રી મેળવી છે. કોલેજકાળથી જ વાંચન અને લેખનના શોખ ને કારણે તેઓ પત્રકારત્વના ક્ષેત્રમાં આવ્યા.શરૂઆતમાં અખબારોમાં ચર્ચાપત્ર થકી લેખન કાર્યની શરૂઆત કરી. 2016 માં પ્રથમ વખત લોક સત્તા -જન સત્તા દૈનિક સમાચાર પત્ર માં વડોદરા ખાતે રિપોર્ટર તરીકે જોડાયા. ત્યારબાદ તેમને ડિજિટલ મીડિયા તરફ વળ્યા. મેરા ન્યુઝ, પ્રાઉડ ઓંફ ગુજરાત,મેરા ગુજરાત માં કામ કર્યું. પછી તેઓ હૈદરાબાદની પ્રતિષ્ઠિત રામજી રાવ ની મીડિયા સંસ્થા ઈટીવી ભારતમાં જોડાયા. પંચમહાલ જિલ્લાના રિપોર્ટર તરીકે સેવા આપી. ત્યાર પછી તેમને કેટલાક અખબારોમા ફ્રિલાન્સર તરીકે સેવા આપી. પછી તેઓ બેંગલોર ની જાણીતી વન ઇન્ડિયા મીડિયા કંપનીમાં પંચમહાલ જિલ્લાના રિપોર્ટર તરીકે જોડાયા. પછી વન ઇન્ડિયા કંપનીને મીડિયા ન્યુઝ એપ્લિકેશન પબ્લિક વાઇબમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર તરીકે ફરજ બજાવી. હાલમાં તેઓ ફરીથી ઈટીવી ભારત અને અસ્મિતા ભારત નામની મીડિયા સંસ્થા સાથે જોડાયેલા છે.આજે મીડિયા ની પરિસ્થિતિ ના લઈને તેઓ જણાવે છે કે લોકશાહીની ચોથી જાગીર પત્રકારત્વનો આધાર સ્તંભ મજબૂત છે. પરંતુ આજે દેશમાં મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. સાથે સાથે ફેક ન્યૂઝ સમસ્યા મીડિયા માટે થોડી ઘાતક છે કારણ કે તેના કારણે મીડિયા ની વિશ્વશનિયતા સામે સવાલો ઊભા થાય છે. અખબારો ટીવી ચેનલ અને હવે ડિજિટલ મીડિયાનો જમાનો છે. જેમાં ત્વરિત ન્યુઝ તમને મળી જાય છે. સમયની સાથે મીડિયામાં પરિવર્તન પણ જરૂરી છે. સાથે મીડિયા સંસ્થાઓએ લોકોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવી ખૂબ જરૂરી છે. વધુમાં તેઓ જણાવે છે કે પત્રકારોએ વાંચવું જોઈએ કોઈપણ વિષયનો ગહનતાથી અભ્યાસ કરવો જોઈએ. સમાચાર લેખન ની ભાષા છેવાડાનો માણસ પણ સમજી શકે તેવી હોવી જોઈએ. કોપી પેસ્ટ સમાચારોથી દૂર રહેવું જોઈએ.