GUJARATIDARSABARKANTHA

વડગામડા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

વડગામડા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ
*
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતની સાથે સાબરકાંઠા જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની’ ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વડાલી તાલુકાના વડગામડા ગામે તાલુકા વિકાસ અધિકારીશ્રી અંકિતભાઇ ઝાલાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત રાત્રી સભા યોજાઇ હતી. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પોષણકીટ વિતરણ કરવામા આવ્યુ હતુ. ગ્રામાજનોએ ‘વિકસિત ભારત’ અંગેની ફિલ્મ નિહાળી હતી. રથ દ્વારા ગામના નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા સદસ્યશ્રી મનીષાબેન પટેલ, સરપંચશ્રી, પંચાયત સભ્યો, પદાધિકારીઓશ્રી-અધિકારીઓશ્રી, ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!