વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા.૦૩ ડિસેમ્બર : વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ સંકુલ નાની ખાખર ખાતે ૩ ડિસેમ્બર નાં વિશ્વ દિવ્યાંગ દિન ની ઉજવણી પ્રસંગે પચીસ જરૂરીયાતમંદ દિવ્યાંગ પરિવારોને દાતાશ્રી ઓ નાં સહયોગ થી રાસનકીટ નુ વિતરણ કરાયું આ પ્રસંગે સંસ્થા નાં ટ્રસ્ટીશ્રીઓ શ્રીમતી છાયાબેન લાલન,રમેશભાઈ ચંદે, અજીતસિહ સમા, માનસંગજી સોઢા, રામજીભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહેલ.કાર્યક્રમની શરૂઆત માં સંસ્થા નાં મંત્રીશ્રી હોથુજી પી.જાડેજા એ ઉપસ્થિત મહાનુભાવો તેમજ દિવ્યાંગ લાભાર્થીઓ નુ સાબ્દિક સ્વાગત તેમજ સરકારશ્રી દ્વારા દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓ અને લાભો વિશેની માહિતી આપેલ. ત્યાર બાદ આંતર રાષ્ટ્રીય દિવ્યાંગ દિન વિષે સંસ્થા નાં વ્યવસ્થાપક ખુશાલભાઈ ગાલા દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.આવેલ તમામ લાભાર્થીઓ માટે બપોરના ભોજનની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવેલ.