વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ સુસજ્જ: બીજી તાલીમ પૂર્ણ
બે દિવસીય તાલીમના અંતિમ દિવસે ૩૬૦ ફિમેલ પોલિંગ ઓફિસર ઉપરાંત ૮૦ પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ૨૪૦ મેલ પોલિંગ ઓફિસરની તાલીમ મેળવી સુસજ્જ બન્યો છે.

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફની બીજી અને તાલીમના અંતિમ દિવસે ૩૬૦ ફિમેલ પોલિંગ ઓફિસર સુચારુ રીતે મતદાન પ્રક્રિયા પાર પાડવા માટે સૈદ્ધાંતિક અને હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટીકલ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૮૦ પ્રિસાઇડિંગ ઓફિસર, સહિત ૨૪૦ જેટલા પોલિંગ સ્ટાફને સવારના સત્રમાં ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેની પોલિંગ સ્ટાફની તાલીમમાં હેન્ડ્સ ઓન હેન્ડ ટ્રેનિંગમાં ચૂંટણી સ્ટાફની ૩ થી ૪ અધિકારી કર્મચારીઓની એક ટીમને ઇવીએમ, વીવીપેટ, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ સોંપી દેવામાં આવ્યું હતું. 
વિસાવદર વિધાનસભા માટેની બીજી અને અંતિમ તાલીમ તા.૧૧ તથા ૧૨ જૂનના રોજ યોજાઈ હતી.
આમ, વિસાવદર પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ



