GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં નીટ પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચક્કાજામ; પોલીસ પ્રશાસન દોડતું થયું

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ દશેરા ટેકરી ગાંધી સર્કલ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ખેલ અને પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા સામે ઉભા થયેલા સવાલોને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.વિરોધ દરમિયાન કાર્યકરોએ સરકાર સામે જોરદાર નારેબાજી કરી હતી તેમજ વડાપ્રધાન Narendra Modi અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી Dharmendra Pradhanના રાજીનામાની માંગ ઉઠાવી હતી. કાર્યકરોનું કહેવું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.ચક્કાજામના કારણે થોડા સમય માટે માર્ગ વ્યવહાર પ્રભાવિત થયો હતો, જેના પગલે પોલીસ પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યક્રમમાં મમિંદર સિંહ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશિનભાઈ, નવસારી જિલ્લા યુથ પ્રમુખ પૂરવ તલાવિયા, શૈલેષભાઈ, ગણદેવી વિધાનસભા પ્રમુખ સ્નેહલભાઈ, ખેરગામ તાલુકા યુથ પ્રમુખ નેહલભાઈ, ખેરગામ સરપંચ ઝરણાબેન તેમજ ઈલેશ, વિમલ, પ્રતીક, શૈલેષ, પ્રણવ પટેલ, સંજય વાઘીયા, વિપુલ વાઘીયા, સંદીપ પાટીલ, સમીરભાઈ, ધર્મેશભાઈ અને રાજુભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના હિતમાં પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ સાથે કડક સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!