ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે નવી ટેકનોલજી થી રોડનું કામ ચાલુ..
અત્યારે ટ્રાયલ બેઝ માટે 1700 મીટર નો આધુનિક બેઝ બની રહ્યો છે.
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો છે અને આ માર્ગ ના પેચ વર્કનું કામ સતત ચાલતું હોય છે પરંતુ ભારે વાહનો ની અવર જવર ના કારણે માર્ગ બિસ્માર બની જાય છે ત્યારે નવી ટેકનોલજી થી ઝઘડીયા તાલુકાના ખડોલી પાસે માર્ગ પર ગ્રાઉન્ડ સ્તરે ટ્રાયલ માટે 1700 મીટર નો આધુનિક “બેઝ સીલ લીક્વિડ સોઇલ સ્ટેબિલાઈઝર કેમિકલ” અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટ સ્ટેબિલાઈઝેશન ના બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ સ્ટ્રેસ એબ્સોર્નીંગ મેમ્બ્રેન લેયર (SAMI) લગાડી ડામરના લેયરનું કાર્ય હાથ ધરવામાં આવશે, ખાસ વાત એ છે કે આ કામગીરી માટે હયાત મટીરીયલને જ રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે.આ ટેક્નોલોજીથી રસ્તાની ભાર વહન ક્ષમતા વધે છે અને રસ્તાના આયુષ્યમાં પણ નોંધ પાત્ર વધારો થવાની અપેક્ષા છે. પાણીના કારણે સ્પોટહોલ્સ પડવાની શક્યતા ઓછી થવાથી જાળવણી ખર્ચ પણ ઘટશે,
આધુનિક ટેકનોલોજીથી 1700 મીટર નો રસ્તો ટ્રાયલ બેઝ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે જે થોડા દિવસોમાં બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ 30 તારીખ સુધીમાં આ રસ્તા પરથી ટ્રાફિક પસાર કરવામાં આવશે અને અહીંયાથી લોડીંગ વાહનો પસાર થાય તો રસ્તો ટકે છે કે નહીં તે જોવામાં આવશે જો આ રસ્તો સફળતાપૂર્વક ટકી રહેશે તો આખો રસ્તો કેમિકલ બેઝથી આધુનિક ટેકનોલોજી ના મશીનો ની મદદ વડે નવો બનાવવા માટે વિચરણ કરવામાં આવશે, આ કામગીરી સફળ બનશે તો આ વિસ્તારની વર્ષોજૂની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ લાગી રહ્યું છે.
ઈરફાન ખત્રી
રાજપારડી