BANASKANTHAGUJARAT

થરા માર્કેટયાર્ડમા શોકસભામા સ્વર્ગસ્થ યુવા વહેપારી ગોવિંદ વી.ચૌધરીને શ્રધાંજલિ અર્પણ કરાઈ..

થરા માર્કેટયાર્ડમા શોકસભામા સ્વર્ગસ્થ યુવા વહેપારી ગોવિંદ વી.ચૌધરીને શ્રધાંજલિ અર્પણ કરાઈ..

થરા માર્કેટયાર્ડમા શોકસભામા સ્વર્ગસ્થ યુવા વહેપારી ગોવિંદ વી.ચૌધરીને શ્રધાંજલિ અર્પણ કરાઈ..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના ભત્રીજા,બનાસ ડેરી,પ્રગતિબેંક થરાના ડિરેક્ટર માર્કેટ ખાતે આવેલ પટેલ વિસાભાઈ રામાભાઈ પેઢીના માલિક ખસાના વતની અને થરાને કર્મભૂમિ બનાવી થરા ખાતે રહેતા સમાજ ના એક ઉદ્યમી,સતત સેવાભાવી અને નિષ્ઠાવાન યુવાન વડીલ અને શેઠના હુલામણા નામથી ઓળખાતા ચૌધરી ગોવિંદભાઈ વિસાભાઈ (ઉ.વર્ષ.આ.૪૮) નું તા.૧૪/૦૬/૨૦૨૫ ને શનિવાર ના રોજ માર્ગ અકસ્માતમા અવસાન પામતા થરા માર્કેટયાર્ડ વહેપારી એસોશીએશન દ્વારા સોમવારના રોજ સવારે થરા માર્કેટ યાર્ડ ખાતે બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, સ્વ.ગોવિંદભાઈ ચૌધરીના પુત્ર હાર્દિક ચૌધરી તથા પરિવારજનો ની હાજરીમાં શોકસભા યોજાઈ જેમાં પ્રગતિબેંક થરાના ચેરમેન ચીનુભાઈ શાહ,ભાજપ અગ્રણી ગીરીશભાઈ પટેલ, બ.કાં.જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હેમુભાઈ જોષી,અનુભા વાઘેલા,કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, તાણા પૂર્વસરપંચ દશરથભાઈ ઠક્કર,એડવોકેટ રાજુભાઈ બારોટ,ઘી થરા વિ.ના.શ.સ. મંડળીના મેનેજર તરૂણ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર,કનુભાઈ પ્રજાપતિ,ઉમેદભાઈ જોષી. દિલીપભાઈ ઠક્કર દેસાઈ બ્રધર્સ સહીત વિશાળ સંખ્યામાં વહેપારીઓ હાજર રહી સ્વ.ગોવિંદભાઈ ચૌધરીના દિવ્યાત્માને પરમાત્મા શાંતિ આપે તથા પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Back to top button
error: Content is protected !!