GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ૮ તારીખે પંચમહાલમાં સભા ગજવશે.

 

તારીખ: ૫/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા દિનેશ બારીઆએ માહિતી આપતા જણાવ્યું છે કે, પંચમહાલ જિલ્લામાં વાઘજીપુર ગામે વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા ની જાહેર સભાને સંબોધવા આવનાર છે અને આ સંદર્ભે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ તાકાત અને આયોજન પૂર્વક આગળ વધી રહી છે. ગુજરાતમાં વિસાવદરની બેઠક પર મળેલી જીત પછી પાર્ટીએ સદસ્યતા જોડો અભિયાનની શરૂઆત કરી છે જેમાં જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતની તમામ નગરપાલિકાની બેઠકો તથા જીલ્લા પંચાયત બેઠકો પર પાર્ટી દ્વારા જનસભાઓ કરવામાં આવી રહી છે અને તમામ બેઠકો પર ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ની નિયુક્તિ કરવામાં આવી રહીં છે આમ સ્થાનિક પંચાયતોની ચૂંટણીમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખી મજબુતાઇ થી ચૂંટણી લડવા જઇ રહી છે જેના માટે પ્રદેશના નેતાઓ વિવિધ જિલ્લાઓમાં જઇને જનસભાઓ કરી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં તારીખ ૮/૧૦ ના રોજ શહેરા વિધાનસભા મત વિસ્તારના વાઘજીપુર ખાતે વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના મજબૂત નેતા ગોપાલભાઈ ઈટાલીયા જનસભાને સંબોધવા આવી રહ્યા છે. ત્યારે પંચમહાલ, મહિસાગર તથા દાહોદ જિલ્લાના કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહ નું વાતાવરણ જોવા મળે છે કારણ કે ગોપાલભાઈ ની જીત બાદ આજે ગુજરાતના રાજકારણમાં ખુબ બદલાવ આવી ગયો છે અનેક સમીકરણો બદલાયા છે. એક સમયે એવું કહેવાતું કે “આપ” માં કોઈ નેતા નથી આજે એજ લોકો “આપ” ના નેતાઓથી ગભરાયા છે.ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતરભાઇ વસાવા, મનોજભાઈ સોરઠીયા, રાજુભાઇ કરપડા, પ્રવિણ રામ, રેશ્મા પટેલ, બ્રિજરાજ સોલંકી જેવા નેતાઓએ આજે ગુજરાતને ગજવી અને ઘેરી મુક્યું છે. ગુજરાતની જનતા પણ તેમના વિચારો તથા કામગીરી કરવાની પદ્ધતિ થી પ્રભાવિત છે. સરકાર સામે મજબુતાઇ થી લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના મુદ્દાઓ પર લડત આપે છે જેથી લોકોને આ નેતાઓ પ્રત્યે આકર્ષણ ઉભું થયું છે અને લોકો આવકાર અને સ્વિકાર કરે છે આથી વાઘજીપુર ગામે ગોપાલભાઈ ઈટાલીયા ની જાહેર સભા રાખવામાં આવી છે જેમાં જંગી જનમેદની જોવા મળશે કારણ કે શહેરા વિસ્તારમાં અગાઉ પણ ખોજલવાસા, નવા વલ્લભપુર તથા બોડીદ્રા ખાતે યોજાયેલા જન સંવેદના કાર્યક્રમોમાં ગોપાલભાઈ ને સાંભળવા ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેની ગુંજ આજે પણ લોકોના માનસમાં રહી છે તેથી ગોપાલભાઈ ની જાહેર સભા જિલ્લાના રાજકીય વાતાવરણમાં પલટો ઉભું કરનારું સાબિત થશે તેમ “આપ” ના પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆએ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!