GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના માથક અને ચુંપણી ગામે જાહેરમાં જુગાર રમતા ૧૩ ઈસમો ઝડપાયા 

HALVAD:હળવદના માથક અને ચુંપણી ગામે જાહેરમાં જુગાર રમતા ૧૩ ઈસમો ઝડપાયા

 

 

હળવદ તાલુકાના માથક ગામે જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૧,૩૩,૮૦૦ જપ્ત કરી છે

હળવદ પોલીસ ટીમે માથક ગામની ગુંદાવારી નામે ઓળખાતી સોમમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ચંદુભાઈ પરમાર, નાગજીભાઈ બલાભાઈ સરૈયા, મુકેશ માધાભાઈ સારીયા, મહેશ વાઘજીભાઈ પરમાર, મુજ્જફર ઇસુભાઈ મુલતાની, રાજેશ વેલજીભાઈ પાટડીયા, મુમાંભાઈ મશરૂભાઈ સરૈયા, અક્ષય મુન્નાભાઈ નંદેસરીયા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧,૩૩,૮૦૦ જપ્ત કરી છે

હળવદ તાલુકાના ચુંપણી ગામે જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૨,૨૦૦ જપ્ત કરી છે

હળવદ પોલીસ ટીમે ચુંપણી ગામની કાળા ખડા નામે ઓળખાતી સીમમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા વિરમ જાદવજીભાઈ સારદીયા, રમેશ જશાભાઈ પાટડીયા, પરષોતમ મગનભાઈ મકવાણા, હીરા દેવશીભાઈ કારેલીયા અને શામજી ગોરધનભાઈ સીતાપરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૩૨,૨૦૦ જપ્ત કરી છે

Back to top button
error: Content is protected !!