GUJARATJUNAGADHKESHOD

શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે ‘વિવેક ગ્રંથ રથ’ કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં પહોંચ્યો

શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે ‘વિવેક ગ્રંથ રથ’ કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં પહોંચ્યો

શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલા ‘વિવેક ગ્રંથ રથ’નું કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ સાથે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના કૌશિકભાઈ ગોસ્વામી, મિલન શાહ, કમલેશ ઉપાધ્યાય, ભાવેશ ચુડાસમા તથા શિવમ જોશી ઉપસ્થિત રહ્યા હતા.ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે રથમાં બિરાજમાન સ્વામી વિવેકાનંદજીની પ્રતિકૃતિની આરતી ઉતારી શાળા પરિવાર દ્વારા રથનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલક ડો. પ્રવીણચંદ્ર ગજેરા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના કૌશિકભાઈ ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓની સભાને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે સ્વામી વિવેકાનંદજીના જીવન, વિચારો અને રાષ્ટ્રનિર્માણના સંદેશ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય, તેઓ હિંમતવાન અને સાહસિક બને તથા દેશ અને સમાજ માટે જવાબદાર નાગરિક બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં રથયાત્રા: શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટને આગામી માર્ચ મહિનામાં 100 વર્ષ પૂર્ણ થવાના હોવાથી શતાબ્દી વર્ષ નિમિત્તે ‘વિવેક ગ્રંથ રથ’ સમગ્ર ગુજરાતની શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં જઈ રહ્યો છે. દરેક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સુધી સ્વામી વિવેકાનંદજીના વિચારો અને સંદેશ પહોંચાડવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વિવેકાનંદજીના જીવન અને વિચારો અંગેના પુસ્તકો રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શનને ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું સ્વામી વિવેકાનંદજીના ગુરુદેવ શ્રી રામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ બાદ સ્વામીજી અમેરિકા ગયા હતા અને ત્યારબાદ ભારતમાં પરત આવી રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનની સ્થાપનાની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. આજે રામકૃષ્ણ પરંપરાની આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય વિક્રમ બાલાસ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વિવેક ગ્રંથ રથના આગમનને આવકારી સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!