GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

મહીસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

રિપોર્ટર … અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થતા મતદાન મથકો ખાતે મતદારોએ મતદાન કર્યું હતું. મહીસાગર જિલ્લાના સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઇ છે.

 

મતદાનની પ્રક્રિયામાં સહભાગી થઈ નવયુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ એમ મહીસાગર જિલ્લાના જાગૃત યુવાનો એકસૂરે જણાવ્યું હતું સાથે વૃદ્ધ મતદાતાઓ પણ પાછળ ન રહેતા વૃદ્ધ વયે મતદાન કરવા માટે આવી દેશની લોકશાહી માટે ખૂબ સારી વાત કહી શકાય.

 

મહીસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી માટે સવારે ૭ થી સાંજના ૫ વાગ્યા સુધીના કુલ ૭૫.૦૯% મતદાન નોંધાયું છે જેમાં લુણાવાડામાં કુલ મતદાન ૭૬.૩૭% નોંધાયું, જેમાં ૭૪.૮૬% પુરુષ અને ૭૭.૯૩% સ્ત્રી મતદારો હતા. ખાનપુરમાં કુલ મતદાન ૭૯.૩૧% નોંધાયું, જેમાં ૭૯.૧૧% પુરુષ અને ૭૯.૫૩% સ્ત્રી મતદારો હતા. સંતરામપુરમાં કુલ મતદાન ૭૧.૬૪% નોંધાયું, જેમાં ૭૦.૭૮% પુરુષ અને ૭૨.૫૧% સ્ત્રી મતદારો હતા. કડાણામાં કુલ મતદાન ૭૮.૧૮% નોંધાયું, જેમાં ૭૭.૬૯% પુરુષ અને ૭૮.૭૧% સ્ત્રી મતદારો હતા. બાલાસિનોરમાં કુલ મતદાન ૭૭.૧૭% નોંધાયું, જેમાં ૭૮.૦૬% પુરુષ અને ૭૬.૨૫% સ્ત્રી મતદારો હતા. વિરપુરમાં કુલ મતદાન ૭૫.૦૮% નોંધાયું, જેમાં ૭૩.૫૨% પુરુષ અને ૭૬.૭૧% સ્ત્રી મતદારો હતા.

 

આ ઉપરાંત સમગ્ર મહીસાગર જિલ્લામાં કુલ ૩ ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણી યોજાઈ હતી, સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જેમાં કુલ ૧૫૩૮ પુરુષ અને ૧૪૭૯ સ્ત્રી મતદારો સહિત ૩૦૧૭ મતદારો નોંધાયા હતા. આ પૈકી ૧૧૬૭ પુરુષ અને ૧૧૧૦ સ્ત્રી મતદારો સહિત કુલ ૨૨૭૭ મતદારોએ મતદાન કર્યું. જિલ્લાનું કુલ પુરુષ મતદાન ૭૫.૮૮%, સ્ત્રી મતદાન ૭૫.૦૫% અને કુલ સરેરાશ મતદાન ૭૫.૪૭% રહ્યું.

 

સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી રીતે સમ્પન્ન થાય તેની વિશેષ તકેદારી જાળવી રાખી હતી. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં સંબંધિત મતદાન મથકો ઉપર શાંતિપૂર્વક મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે.પોલીસ તંત્ર દ્વારા આ મતદાન દરમિયાન સતત પ્રેટોલીગ ને ચાંપતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!