કાશીબેન ગોવર્ધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલ (વડોદરા) અને પ્રમુખ હોસ્પિટલ (બોડેલી) દ્વારા ડૉ. ઉમેશ રાઠવાના ખાસ સહયોગથી બોડેલી ખાતે ફાટેલા હોઠ અને તાળવાની જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે એક વિશેષ નિઃશુલ્ક જનજાગૃતિ અને તપાસ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બોડેલી સહિત આસપાસના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે 40 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ ઉપસ્થિત રહી નિષ્ણાત તબીબો પાસે તપાસ કરાવી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. આ સેવાકીય પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારો સુધી આધુનિક તબીબી સુવિધાઓ પહોંચાડવાનો છે, જે અંતર્ગત બાળકોને માત્ર મફત સર્જરી જ નહીં, પરંતુ ઓપરેશન બાદ જરૂરી સ્પીચ થેરાપી, વાંકા-ચૂકા દાંતની સારવાર, જડબાના ઓપરેશન તેમજ રહેવા અને જમવાની તમામ વ્યવસ્થા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. છેલ્લા 25 વર્ષોથી સતત કાર્યરત રહીને 7000થી વધુ બાળકોના સ્મિત પાછા લાવનાર આ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સેવા માત્ર કેમ્પ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વર્ષ દરમિયાન 24 કલાક કોઈપણ સમયે આ ખામી ધરાવતા બાળકો માટે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ રહેશે. આ ઉમદા કાર્યથી અનેક પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
148
Next
»
મોરબીમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભા યાત્રા યોજાઈ
લોકોને રોડ-રસ્તા, લાઈટ, પાણી અને ભૂગર્ભની સમસ્યાઓમાંથી મુક્ત કરશું : ક્રિષ્ના બાવરવા