DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા કેનાલમાંથી પાણી બ્રાહ્મણી-2 ડેમમાં ઠલવાતા ધ્રાંગધ્રા અને હળવદના ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો હલ કરાયો.

ધારાસભ્યોની રજુઆત બાદ કેનાલમાં 10 હજાર કયુસેક પાણી છોડતા 130 ગામના ખેડુતોને પાણી અપાયું.

તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધારાસભ્યોની રજુઆત બાદ કેનાલમાં 10 હજાર કયુસેક પાણી છોડતા 130 ગામના ખેડુતોને પાણી અપાયું.

સુરેન્દ્રનગરમાં પાણી સમસ્યાનો અંત આવે અને ખેડૂતોને પાણી મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને પાટડીના ધારાસભ્ય પી કે પરમાર દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને કેનાલોમાં તાત્કાલિક પણે પાણી છોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી ત્યારે આ માંગણીને લઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય કરી અને 10 હજાર ક્યુસેક પાણી છોડવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે ધાંગધ્રા ન ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા નર્મદા વિભાગને માંગણી કરી અને કેનાલ મારફતે બ્રાહ્મણી બે ડેમ ભરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે રજૂઆત ધ્યાને લઇ અને ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે ધ્રાંગધ્રામાં આવેલી કેનાલ મારફતે બ્રાહ્મણી ડેમમાં પાણી છોડી અને આ ડેમ ભરવામાં આવ્યો છે ખાસ કરીને 1500 દિવસે જેટલું પાણી છોડવામાં આવ્યું છે ત્યારે બ્રહ્માણી ડેમ છેલ્લા અનેક વર્ષોથી ખાલી રહેતો હતો તેનું કારણ એ હતું કે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું તેને કારણે બ્રાહ્મણી ડેમમાં પાસે પાણી રહેતું ન હતું અને હાલ બ્રિજનું કામ પૂરું થયું છે જેને લઇને આ વર્ષે બ્રાહ્મણી ડેમ ભરાય તેવી ધારાસભ્યની માંગણી સરકાર સમક્ષ હતી પરંતુ આ માંગણી પૂરી થઈ છે 1500 ક્યુસેક જેટલું પાણી પૂરું પાડી અને બ્રાહ્મણી ડેમ ભરી દેવામાં આવ્યો છે ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં નર્મદાની કેનાલના પાટિયા ખોલવામાં આવ્યા છે ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી છે અત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોના ઉભા પાકો સુકાવા લાગ્યા હતા પાણીના હિસાબે સુકાવવા લાગ્યા હતા પરંતુ હવે આ કેનાલમાં પાણી છોડવામાં આવતા ધાંગધ્રા હળવદના 200થી વધુ ગામોના ખેડૂતોને પિયત માટે પણ પાણી મળી રહેવાનું છે જેને લઇને ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે આગોતરા વાવેતરને પણ સિંચાઈ માટે પાણી મળતા જીવંતદાન મળ્યું છે કપાસ મગફળી જેવા પાકોના આગોતરા વાવેતરને સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે જોકે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ સુરેન્દ્રનગર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ નંદલાલભાઈ તેમજ સમગ્ર આગેવાનોનો ખેડૂતો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને પાણી છોડવામાં આવતા હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત મોરબીના ખેડૂતોને પણ તેના ફાયદો થવાનો છે તેવું ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જણાવ્યું છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button