GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પાણી બચાવો, પર્યાવરણ બચાવો સંદેશ બાકરોલ પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસ ઉજવાયો

 

તારીખ ૨૬/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સમાજ સુધી પાણી બચાવો, પર્યાવરણ બચાવોનો સંદેશ પહોંચે તે હેતુથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં ૨૨ માર્ચે વિશ્વ જળ દિનની ઉજવણી કરવામાં આવી.જળનું મહત્વ અને જળને વેદફાતું અટકાવવા, વર્તમાન સમયમાં જળસમસ્યા દિનપ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ પૂરને કારણે લીલો દુકાળ, પાણીમાં અશુધ્ધિઓના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા અનેક પ્રશ્નોના ઉકેલ માટે સમાજ જાગૃત થવો જરૂરી છે.શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા આ પ્રશ્નો બાબતે જનજાગૃતિ સંદેશ વિદ્યાર્થીઓ અને સમાજ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા. SAVE WATER SAVE EARTH થીમ અંતર્ગત વિવિધ ચિત્રો દ્વારા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સમાજ સુધી સંદેશ પહોંચાડવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!