GUJARATMEGHRAJ

મેઘરજ મોર્ડન સ્કુલ પાસે પાણીના ટાંકા પાસે SK3  યોજનાના પાણીનો વ્યય, તંત્ર અજાણ..? ઉનાળામાં પાણીનો વેડફાટ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ મોર્ડન સ્કુલ પાસે પાણીના ટાંકા પાસે SK3  યોજનાના પાણીનો વ્યય, તંત્ર અજાણ..? ઉનાળામાં પાણીનો વેડફાટ

ઉનાળો શરુ થતા કેટલાક વિસ્તારમાં પાણીપોકાર સાંભરવા મળતા હોય છે અને એક સમયે ઉનાળામાં પાણી એક એક સોના સમાન માનવામાં આવે છે અને જયારે પાણી ની તંગી વચ્ચે પાણી વેડફાય તો તેનું શું..? વાત છે મેઘરજ તાલુકાની જેમાં મોર્ડન સ્કુલ પાસે પાણીના ટાંકા પાસે SK3 યોજનામાં પાણી વેડફાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પાણીનો વ્યય થતા લાખો લીટર પાણી વાંઘામા વહી ગયું છતાં તંત્ર અજાણ હોય તેવું લાગી રહયું છે મેઘરજમાં પાણીની તંગી વચ્ચે વ્યય થતા નગરજનોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો પાણીનો વ્યય થતા સ્થાનિકોમાં પાણી ની અછત ઉભી થવાના એધાણ પણ જોવા મળી રહ્યાં છે પાણીની પારાયણ વચ્ચે પાણીનો વ્યય સામે આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે છેલ્લા કેટલાય સમયથી પાણી વહી રહ્યું હોવા છતાં કોઈ કર્મચારી કે એજન્સીનો માણસ દેખાતા નથી ત્યારે અનેક સવાલો ઉભા થયા છે sk3 ના પાણીના ટાંકા પાસે પાણીનો વિપુલ વિપુલ પ્રમાણમાં વ્યય અટકાવવા લોકોની માંગ છે

 

Back to top button
error: Content is protected !!