GUJARATMODASA

મોડાસા: લોકપ્રશ્નો માટે ગાજણ ગામે યોજાયેલી બેઠકમાં એક નાગરિકને કોણે ધારાસભ્યને મળવા ન દીધા.!! વિડિઓ વાયરલ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા: લોકપ્રશ્નો માટે ગાજણ ગામે યોજાયેલી બેઠકમાં એક નાગરિકને કોણે ધારાસભ્યને મળવા ન દીધા.!! વિડિઓ વાયરલ

મોડાસા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે તા.1જૂન તેમના જન્મ દિવસ નિમિત્તે મોડાસા વિધાનસભા ક્ષેત્રના ગામોમાં લોકપ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવી શકાય તે માટે તેમણે એક નવા અભિગમ સાથે “મારુ ગામ મારો પરિવાર”ના સ્લોગન સાથે મંત્રી અને ધરાસભ્ય ભીખુસિંહજી પરમારે સંકલ્પ કર્યો હોવાની જાહેરાત કરી છે.જેમાં તેઓ તેમના વિધાનસભા ક્ષેત્રના ગામોમાં દર અઠવાડિયામાં એક દિવસ એક પછી એક ગામમાં જઈને ગ્રામજનો સાથે બેઠક યોજી ગામની સમસ્યા સહિત પ્રશ્નો સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવાની નેમ સાથે મંત્રી ભીખુસિંહજી પરમાર પહેલી જૂન રવિવારના રોજ,મોડાસા તાલુકા ગાજણ ગામે જઈને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી અને લોક પ્રશ્નો સાંભળ્યા હતા.પરંતુ ગાજણ ગામના જ ચોરાવાડા ફળિયામાં પીવાના પાણી સમસ્યા હોય,તેની રજુઆત કરવા માટે ગામના એક જાગૃત નાગરિક ધારાસભ્ય ભીખુસિંહજી પરમારને રજુઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ,તેમને મળવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ સાથના નિવેદનનો એક વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉઠ્યા છે.મંત્રી ભીખુસિંહજી પરમારે પણ તેમના નજીકના લોકોને સમજાવવા જોઈએ કે દરેક વ્યક્તિને મળવાનો અને રજુઆત કરવાનો હક છે.કોઈ ને પણ રજુઆત માટે રોકી ન શકાય કારણકે આ સંકલ્પ મંત્રી ભીખુસિંહજી પરમારે કર્યો છે,નહિ કે આજુબાજુ ફરતા લોકોએ.. વિડિઓ વાયરલ ની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતુ નથી

Back to top button
error: Content is protected !!