અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજના ઢેકૂડી ગામ પાસે જંગલમાં ભીષણ આગ, સતત વધી રહેલા આગના બનાવો સામે વનવિભાગ લાચાર..!!જંગલોમાં આગ લગાવનાર કોણ…?
મેઘરજ તાલુકામાં વધુ એક વખત જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સતત જંગલોમાં આગ લાગવાની ઘટના ને લઇ વનવિભાગ લાચાર બન્યું હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે. છેલ્લા એક અઠવાડિયા મેઘરજ જંગલોમાં રહેલ વનરાઈ બળીને ખાખ થઈ ગઈ છે. સરકાર વૃક્ષોના ઉછેળ પાછળ લાખો રૂપિયા ફાળવતી હોય છે.પરંતુ આગ લાગવાના બનાવો ને લઇ વનરાઈ બળીને ખાખ થતા સરકાર એ ખર્ચેએલા લાખો રૂપિયા વ્યર્થ જતા હોય તેવું લાગી રહ્યું છે. વનવિભાગ દ્વારા કેટલીક વાર આગ લાગવાના બનાવો પર અંકુશ પણ મેળવવામાં આવે છે પરંતુ આગ કઈ રીતે લાગી તે જાણી શકાતું નથી.જેને લઇ દિવસે ને દિવસે આગ લાગવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહયો છે.
મેઘરજ ઢેકૂડી ગામ પાસે જંગલમાં ભીષણ આગ લાગતા આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ જોઈને આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો એ આગ પર કાબુ લેવાના પ્રયત્નો કર્યા હતા. બીજી બાજુ વારંવાર આગ લાગવાથી જંગલો નષ્ટ થઈ રહ્યા છે. વનવિભાગે આ બાબતે વધુ સજાગ થવાની જરૂર છે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયુ નથી હાલતો આગ લાગવાનું કારણ અકબંધ છે