GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામમાં આવેલ પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ માટે આવતા અરજદારોની મુશ્કેલીઓ કોણ દૂર કરશે?

 

તારીખ ૧૧/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ માટે આવતા અરજદારોને હાલમાં ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મળતી માહિતી મુજબ હાલમાં રેશનકાર્ડમાં e-kyc કરાવવા માટે આધારકાર્ડ માં મોબાઈલ નમ્બર હોવો જરૂરી છે તેમજ હાલમાં શિક્ષણ મંત્રાલય દ્વારા વિધાર્થીઓની Aparar Id નો ઉપયોગ શૈક્ષણીક સંબંધિત પ્રવૃતિઓ માટે જરૂરી હોય જેથી આધારકાર્ડમાં નામમાં સુધારો જન્મ તારીખમાં સુધારો જેવી કામગીરી માટે વેજલપુર ખાતે આવેલ પોસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવતી હોય છે ત્યારે આમ પણ કેટલાક સમય થી પંચમહાલ જિલ્લામાં અને દરેક તાલુકામાં આધારકાર્ડ કેન્દ્રો ઉપર મોટી અને લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે વેજલપુર પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ કેન્દ્રમાં પણ આધારકાર્ડ માટેની કામગીરી ખોરંભે ચડી છે ત્યારે મળતી માહિતી મુજબ પોસ્ટ ઓફિસ ખાતે માત્ર સવારના ૯થી૧ સુધી આધારકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં પણ અમુક દિવસો સરવર નથી ચાલતું નેટ નથી ચાલતું ઓપરેટર રજા ઉપર છે ઓપરેટર ટ્રેનિંગમાં ગયો છે તેવા બહાના બાઝી કરીને લોકોને ધક્કાઓ ખવડાવી રહ્યા છે ત્યારે આ આધારકાર્ડ ની કામગીરી કરતો ઓપરેટર પણ હાલમાં હાજર રહેતો નથી જેથી અરજદારોને હાલમાં મુશ્કેલીઓ પડી રહી છે અને સરકાર શ્રીના નીતિ-નિયમોની ઉપરવટ જઈને વેજલપુર ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી બપોરે ૧ વાગે બન્ધ કરી દેતા હોય છે આમ દરેક આધારકાર્ડ કેન્દ્ર ઉપર સવારે ૯ વાગ્યા થી લઈને સાંજના ૫ વાગ્યા સુધી કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે માત્ર વેજલપુર ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં જાને સરકાર દ્વારા અલગ નિયમો બનાવ્યા હોય તેમ પોતાની મનમાની કરીને કામગીરી કરી રહ્યા છે.ત્યારે પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારી પણ અરજદારોને સીધો જવાબ આપતા નહિ હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે વેજલપુર પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી માત્ર શોભાના ગાઠીયા સમાન હોય તેમ હાલના તબબકે લાગી રહ્યું છે ત્યારે આ પોસ્ટ ઓફિસમાં સમયસર અને રાબેતા મુજબ રેગ્યુલર કામગીરી નહિ થતી હોવાનું પણ અરજદારો જણાવી રહ્યા છે રોજે રોજ અરજદારો ધક્કાઓ ખાઈ રહ્યા છે ત્યારે આધારકાર્ડની કામગીરી માટે આવતા અરજદારો વહેલી સવારે આવી કાટિલ ઠંડીમાં પણ આધારકાર્ડ કામગીરી માટે આવતા લોકો લાઈનોમાં ઉભા રેહતા હોય છે ત્યારે વેજલપુર પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગિરી માત્ર ત્રણ થી ચાર કલાકજ થતી હોય જેથી અન્ય અરજદારોને વીલા મોઢે પાછા ફરવાનો સમય આવતો હોય છે જેથી વેજલપુર પોસ્ટ ઓફિસમાં રેગ્યુલર અને સરકાર શ્રીના નીતિનિયમો મુજબ આધારકાર્ડની કામગીરી કરવામા આવે તેવી લોક માંગ ઉઠી છે.

 

Back to top button
error: Content is protected !!