અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શું આવી રીતે ભણશે ગુજરાત..? વિધાર્થીઓ બસમાં લટકીને ઘરે જવા મજબુર, મીની બસની જગ્યાએ મોટી બસ ફાળવવામાં આવે તેવી માંગ
શિક્ષણને ગુણવંત્તા યુક્ત બનાવવા માટે અવનવી પદ્ધતિઓ તો અપનાવવામાં આવે છે અને નવીન શિક્ષણની વાતો કંઈક અલગજ છે પણ શું વિધાર્થીઓ ને પ્રાથમિક જરૂરિયાત જ પુરી ના થાય તો પછી નવીન શિક્ષણ નીતિના દાવા ખોટા સમજો. આજે પણ વિધાર્થીઓ જીવન જોખમે બસમાં સવાર થઈને ઘરે જઈ રહ્યા છે અને ભણી રહ્યા છે તંત્ર ને અને બસ ચાલકને ખબર પણ છે કે ક્ષમતા કરતા વધારે વિધાર્થીઓ બસમાં બેસી ને આવે છે છતાં કોઈ જ સુધારો નહિ
વાત છે મેઘરજ તાલુકાની ગરુકૃપા વિદ્યા વિહાર રેલ્લાંવાડા હાઈસ્કૂલ ની જ્યાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થ એ આવે છે જેમાં મોડાસા મુલોજ થી લઈને વાણીયાવડા, મોરા, વાવકમ્પા, શિવરાજપુર સહીત અનેક વિસ્તારના વિધાર્થીઓ રેલ્લાંવાડા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ માટે આવે છે અને બસની અંદર મુસાફરી કરી ને વિધાર્થીઓ આવતા હોય છે પરંતુ સાંજે પાંચ વાગે શાળા છૂટ્યાના સમયે માત્ર એક જ મીનીબસ સમયસર આવતી હોવાથી વિધાર્થીઓ મીની બસમા જીવના જોખમે ઘરે જવા મજબુર બન્યા છે. મીની બસની કેપિસિટી કરતા વધુ વિધાર્થીઓ બેસતા હોવાથી વિધાર્થીઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે હાલ મીની બસની જગ્યાએ મોટી બસ શરુ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ ની માંગ સેવાઈ રહી છે. વિધાર્થીઓ ની સલામતી માટે મોડાસા ડેપો થકી મીની બસની જગ્યાએ મોટી બસ ફરવાય તે પણ જરૂરી છે. તો જ સલામત સવારી એસ ટી હમારી સૂત્ર સાર્થક થશે