કાલોલ નગર પાલિકાના સ્ટાફ સાથે નગરજનોના પ્રયાસથી મુખ્યમંત્રીના હસ્તે દ્વિતીય ક્રમ સાથે નિર્મળ ગુજરાત એવોર્ડ મેળવ્યો..
તારીખ ૨૭/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ અને સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિરનું આયોજન ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા ઝોનની ક વર્ગની નગરપાલિકાઓ મા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાલોલ નગરપાલિકાને દ્વિતીય ક્રમાંક મેળવતા નિર્મળ ગુજરાત એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગ દરજી અને પાલિકા ચીફ ઓફિસર મિલાપ પટેલ તથા સ્વચ્છ ભારત મિશન મેનેજર ધ્રુવીલ સેવક અને સેનેટરી ઇન્સ્પેક્ટર મયુરભાઈ ગોહિલ ની હાજરીમાં રૂ ૨૫ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫ માં કાલોલ નગરપાલિકા રાષ્ટ્રીય કક્ષાએ ૪૯ મો રેન્ક જ્યારે સમગ્ર ગુજરાત સૌથી સ્વચ્છ શહેરોમાં પંદમુ સ્થાન જ્યારે વડોદરા ઝોન ની ૨૬ નગરપાલિકામાં ત્રીજો રેન્ક તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં પહેલું સ્થાન જોતા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ માં કાલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં કરવામાં આવેલી સઘન કામગીરીને કારણે વર્તમાન પરિણામ ખૂબ જ પ્રોત્સાહક હોય તેમ કહી શકાય. ચીફ ઓફીસર મીલાપ પટેલના જણાવ્યા અનુસાર નગરપાલિકામાં સ્ટાફે ખૂબ સારી કામગીરી કરી છે અને ગયા વર્ષે કરતા પણ સ્વચ્છ સર્વેક્ષણના રિઝલ્ટમાં સારું પરિણામ લાવ્યા છે. આગામી વર્ષોમાં અમે આનાથી પણ આગળ રેન્ક લાવીશું તેવી મહેનત કરીશું. જ્યારે પાલિકા પ્રમુખ હસમુખભાઇ મકવાણા દ્વારા આ પ્રસંગે સમગ્ર સ્વચ્છ સર્વેક્ષણના સારા પરિણામમાં કાલોલ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને નગરજનોનો ખૂબ જ સહકાર મળતા સફાઈ કામદાર સહિત નગરજનો ને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો છે.