અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માથાસુલીયાકંપા ગામે રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ભવાઈ કલા મંડળ દ્વારા “વિર માંગડા વાળો અને સતી પધમાવતી” યોજાયું
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તુરી બારોટ નાટકોના નવનિર્માણ યોજના વર્ષ-2025-26 અંતર્ગત જનકાર સેવા ટ્રસ્ટ સાકરીયાના અમૃત બારોટ રંગભૂમિના કલાકારના દ્વારા “વિર માંગડા વાળો અને સતી પધમાવતી”નામ નું મોડાસા તાલુકાના માથાસુલીયાકંપાગામે તા.10 સપ્ટેમ્બર ની રાત્રીએ 9 કલાકે નાટક રજૂ કરવામાં આવ્યું હતુ.આ નાટક ને નિહાળવા સાકરીયા ગ્રામ પંચાયત સરપંચ રમિલાબેન વિનોદભાઇ.રાઠોડ બબાભાઈ ભલાભાઈ તરાર,પટેલ જગદીશભાઈ હરીભાઈ,હસમુખભાઈ પ્રેમજીભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં ગ્રામજનોએ નાટકને નિહાળ્યું હતું.